ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દારુણીયા ગામના લીલાબેન હીરાભાઈ નાયડ ઉ.35 નામના મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.