મોરબીના ઘુટુ ગામે બનેલા બનાવમાં ત્રિપુટી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના ઘુટુ ગામે રહેતા બે યુવાનને ત્રણ શખ્સોએ તું પ્રવિણ સાથે કેમ મિત્રતા રાખશ કહી માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામે રહેતા અને સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાકટ રાખતા સુનિલ જયંતીભાઈ જોગડીયા નામના યુવાનને રવિ પરસોતમ માનેવાડિયા, રવિ અશોક વરાણીયા અને રાહુલ રાજુભાઇ દુદકીયા નામના શખ્સોએ રોકી કહ્યું હતું કે, તને ના પાડી છે છતાં તું કેમ પ્રવિણ સાથે મિત્રતા રાખશ તેવું જણાવી ઝઘડો કરી માર મારતા સુનિલનો મિત્ર નરેશ વચ્ચે છોડાવવા પડતા ત્રિપુટીએ નરેશને પણ માર મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.