મોરબી : મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે પોતાની માલિકીના પ્લોટમાં દીવાલ બનાવી રહેલા વિક્રમભાઈ નામના યુવાનને બે શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે પોતાની માલિકીના પ્લોટ ઉપર દીવાલ બનાવી રહેલા વિક્રમભાઈ સવસીભાઈ માલણીયાત નામના યુવાન સાથે ઝઘડો કરી આરોપી જુસબ નથુભાઈ કૈડા અને મહેબૂબ નામના શખ્સે આ અમારો પ્લોટ છે, તું અહીં શુ કામ દીવાલ બનાવશ કહી લાકડાના ધોકા વડે પગમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિક્રમભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.