હમણાં હમણાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે તબીબોની અનોખી પહેલ મોરબી : હમણાં હમણાં હાર્ટ એટેકના કિસ્સાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે લોકોને ક્રિકેટ રમતા, રાસ ગરબા રમતા કે નોર્મલ કન્ડિશનમાં આચનક હાર્ટ એટેક આવી મૃત્યુ થવાના ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે મોરબીના તબીબો દ્વારા જનજાગૃતિ માટે શાળામાં હૃદય રોગના દર્દીને પંપિંગ કરી કેમ બચાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ નિર્દશન આપ્યું હતું. સતત હૃદય રોગના હુમલા અને અચાનક હૃદય બંધ પડી જવાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે ત્યારે મોરબીની મંગલમ હોસ્પિટલના ડોક્ટર દિપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે હૃદયરોગના હુમલા સમયે ક્રિટિકલ ગણાતી 15થી 20 મિનિટના સમય ગાળામાં જો દર્દીને યોગ્ય પંપિંગ કરવામાં આવે તો માનવજીન્દગી બચાવી શકાય તેમ હોવા અંગેનો લાઈવ ડેમોસ્ટ્રેશન શાળાના શિક્ષકોને આપ્યું હતું. આ તકે, તબીબોએ જણાવ્યું હતું કે, હાલમાં રમતગમતના ગ્રાઉન્ડ, લાઇબ્રેરી, સ્કૂલ,જીમમાં,અચાનક હૃદય બંધ પડી જવાના ઘણા બધા બનાવો બની રહ્યા છે. આવા કિસ્સાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં 10 થી 15 મિનિટનો ટાઈમ લાગતો હોય છે આ સમય બહુ કીમતી હોય છે એટલી વારમાં દર્દીઓનું મૃત્યુ થઈ જતું હોય છે જો આવી કન્ડિશનમાં હાજર રહેલા કોઈપણ વ્યક્તિ એને હૃદયના પંપીંગ (કાર્ડીયાક મસાજ )કરે એટલે કે મેડીકલ ભાષામાં CPR કહેવાય ,જો સીપીઆર આપી શકે તો દર્દીને સાજા થવાની શક્યતાઓ ઘણી બધી હોય છે. વધુમાં મંગલમ હોસ્પિટલના ડોક્ટર દિપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં હાર્દિક પાડલીયાના સહયોગથી સ્કૂલના બધા જ સ્ટાફ અને શિક્ષકોને હૃદય હુમલો આવે અને હૃદય બંધ થઈ કોઈ દર્દી બેભાન થાય તો એ વખતે શું સારવાર આપવી,હૃદય પંપિંગ કેમ કરવું અને હૃદય કેમ ચાલુ કરવું તે અંગે વર્કશોપ યોજી અમેરિકન હાર્ટ એસોસિએશનની ગાડલાઇન પ્રમાણે દરેક ટીચર અને સ્ટાફને સીપીઆર વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ જેથી કરીને કોઈ પણ જાહેર સ્થળ અથવા તો સ્કૂલમાં કોઈ આવો બનાવો બને તો શિક્ષક જ એમને સારવાર આપી શકે અને દર્દીને બચાવી શકે.