મોરબીઃ હોળીનાં દિવસે મોરબી ખાતે આયુર્વેદ કથા કરવા આવેલા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ NIMA મોરબીના ડોકટર મિત્રોના આગ્રહવશ રોકાણ લંબાવી પોતાનો અમૂલ્ય સમય ગોષ્ઠિ માટે ફાળવ્યો હતો. આ પ્રસંગે મોરબી NIMA પ્રમુખ ડો. હાર્દિક જેસ્વાણીએ વૈદ્ય મહેન્દ્રસિંહનું શાલ ઓઢાડી સ્વાગત- સન્માન કર્યું હતું અને મોરબીના પ્રખ્યાત નગર દરવાજાની ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપી હતી. અષ્ટાંગ આયુર્વેદ ધામ- તળાજાનાં પ્રખ્યાત વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા કરે છે. કોરોના સમયે પોતાની સરકારી નોકરીના સ્થળે આયુર્વેદ સારવારથી આખા ગામમાંથી એક પણ મૃત્યુ ન થવા દીધું હતું. ત્યારબાદ ઘણા બધા મ્યુકર-ફંગસનાં દર્દીઓને વગર ઓપરેશને સંપૂર્ણ સાજા કર્યા હતા. હાલ તેઓ તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ નામે સંકુલ ચલાવી રહ્યા છે. વૈદ્ય મહેન્દ્રસિંહને સાંભળવા સિનિયર ડો. બી. કે. લહેરૂ, ડો. શાંતિલાલ ગોપાણી, ડો. જયેશ રામાવત, ડો. પરીક્ષિત જોબનપુત્રા, ડો. સંજય નિમાવત, ડો. ધર્મેશ ગામી, ડો. રમેશ ડાભી વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડો. કૌશિક કાલરીયા, ડો. ધનરાજ મોદી, ડો. ધર્મેન્દ્ર ધોરીયાણી, ડો. ડાર્વિન પટેલ, ડો. કૌશિક ગોસ્વામી, ડો. ચિરાગ વિડજા, ડો. તરૂણ પટેલ, ડો. હર્ષ અંબાસણા, ડો. અભિષેક પટેલ, ડો. પરેશ ડાભી, ડો. અંકિતા ભીમાણી, ડો. મનોજ ભાળજા, ડો. કશ્યપ શેરસીયા, ડો. મિલન ઓગણજા વગેરેએ પ્રશ્નોતરી કરી હતી. NIMAના મેમ્બર્સ ડોકટરો માટે આ પ્રકારની જ્ઞાનવર્ધક ગોષ્ઠિઓનું આયોજન શરૂ રાખવા પ્રમુખ ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.