મોરબીઃ તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનો યજ્ઞ યોજાયો હતો. જેમાં આચાર્યપદે સતિષભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. આ યજ્ઞમાં સમસ્ત પીપળી ગામ તેમજ બહાર ગામથી જેઠલોજા પરિવારના લોકો પધાર્યા હતા અને યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ પ્રસંગે જેઠલોજા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં આશરે 1200 જેટલા પરિવારના સભ્યોએ માતાજીનો પ્રસાદ લીધો હતો.