છકડો રીક્ષામાં ભંગારની ફેરી માટે નીકળેલા પરિવાર ઉપર આફત ઉતરી મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા અને ભંગારની ફેરી કરતા પરિવારના બે કૌટુંબિક ભાઈ છકડો રીક્ષા લઈને જતા હતા ત્યારે સમર્પણ હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે રીક્ષાને ઠોકર માર રીક્ષામાં બેઠેલા 13 વર્ષના સગીરનું ગંભીર ઇજાઓ પહોચતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે નાગબાઈ માતાજીના મંદિર પાસે રહેતા રાજુભાઇ સવસીભાઈ દેલવાણિયા અને તેમનો કૌટુંબિક ભાઈ રૂખડ દેલવાણિયા ઉ.13 પોતાની છકડો રીક્ષા લઈ ભંગારની ફેરી કરવા નિકલ્યા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જતી વેળાએ સમર્પણ હોસ્પિટલ સામે જીજે - 10 - એક્સ - 9698 નંબરના ટ્રક ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા રીક્ષામાં પાછળ બેઠેલા રૂખડ દેલવાણિયાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી જતા રીક્ષા ચાલક રાજુભાઇ સવસીભાઈ દેલવાણિયાની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.