મોરબીઃ ગોરખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં આગામી તારીખ 1 એપ્રિલના રોજ 24 કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અલખધણી ગૌશાળા ખાતે 1 એપ્રિલ ને શનિવારના રોજ ઝાલાવાડની 24 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ અખંડ ધૂનમાં ઉપસ્થિત રહેવા સર્વે ભક્તજનોને અલખધણી ગૌશાળાના અંબારામ ભગત અને મુકેશ ભગતે આમંત્રણ પાઠવ્યું છે.