પુષ્ય નક્ષત્રના દિવસે ૩૧મીએ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા શહેરના ૨૦ સ્થળોએ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનો કેમ્પ યોજાશે મોરબી : બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો, સ્મૃતિશક્તિમાં વધારો તેમજ બાળકનો વર્ણ તેમજ અવાજ સારો થાય તે હેતુથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્ટ સમગ્ર ભારતભરના ૧૮ રાજ્યોમાં ૭૦૦ થી વધુ કેન્દ્ર પર ૫૦ વર્ષોથી અવિરત રૂપે ચલાવવામાં આવે છે. આવું અદભૂત મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના આર્શિવાદથી પ્રાપ્ત થયેલ છે. આ સુવર્ણપ્રાશન બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, સુવર્ણ તેમજ મધના સંયોજનથી તૈયાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આગામી તારીખે ૩૧ માર્ચ શુક્રવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેન્દ્રો ઉપર છેલ્લા 5 વર્ષોથી દર મહિને લગભગ 12,000 બાળકોને વિના મૂલ્યે સુવર્ણપ્રાસન પીવડાવવામાં આવી રહ્યા છે. તેમજ ગોપાલ નમકીનના સહયોગથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત અને ભાજપ ડોક્ટરસેલ ગાંધીનગર મહાનગર અને જિલ્લા આયોજિત ૬૩ સ્કૂલ અને ૧૧૧ આગંણવાડીના કુલ ૧૭૪ સેન્ટરના કુલ મળી એક લાખ અડતાલીશ હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન વિના મૂલ્યે પીવડાવી વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવશે તો આ સૌથી વધુ લાભદાયી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવા મોરબી કેન્દ્ર ડૉક્ટર જયેશ પનારા કલરવ હોસ્પિટલ સનાળારોડ, ખાતે સંપર્ક કરવા અથવા અન્ય કેન્દ્રોની માહિતી માટે ૮૧૪૦૧૪૦૦૧૪પર સંપર્ક સાધવા જણાવાયું છે.