ખરાબ આદતો ધરવતા પતિએ પરિણીતાને ઓફિસમાં માર મારી એક વર્ષથી રિસામણે બેસાડી મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પિતાને ઘેર પિયરમાં રહેતી દીકરીના વર્ષ 2010માં ઘડિયા લગ્ન બાદ નવસારી રહેતા સાસરિયાઓ દ્વારા વધુ કરિયાવર લાવવાના નામે મેણા ટોણા મારી ખરાબ આદતો ધરવતા પતિએ ઓફિસમાં માર માર્યા બાદ છેલ્લા એક વર્ષથી રિસામણે મૂકી ગયા બાદ સાસરિયાઓ તેડવા ન આવતા મોરબીની દીકરીએ નવસારી રહેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા વંદનાબેન રજનીકુમાર ભીમાણીના વર્ષ 2010મા નવસારીના રજનીકુમાર ભીમાણી સાથે ઘડિયા લગ્ન લેવાયા હતા. લગ્ન બાદ થોડા જ સમયમાં પતિની ખરાબ આદતો અંગે વાંદનાબેનને જાણ થતા આ મામલે તેમને તેમના સાસુ અને સસરાને જાણ કરવા છતાં સાસરિયાઓએ પતિને સુધારવાને બદલે પતિનો પક્ષ લઈ આના કરતાં તો અમારા દીકરાને કોઈ પૈસાદાર છોકરી સાથે પરણાવ્યો હોત તો સારું હતું તેમ કહી વારંવાર કરિયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન વંદનાબેનને પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની શંકા જતા પતિ રજનીકુમારે ઓફિસમાં માર માર્યો હોવાનું પણ ફરિયાદમા જણાવતા મોરબી મહિલા પોલીસ દ્વારા પતિ રજનીકુમાર ગીરીશભાઈ ભીમાણી, સાસુ સરોજબેન ગીરીશભાઈ ભીમાણી અને સસરા ગીરીશભાઈ પીતાંબરભાઈ ભીમાણી વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323, 504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.