આજે વર્લ્ડ ટીબી ડે ! મોરબી જિલ્લામાં માઇગ્રેટરી દર્દીઓની વણઝાર વચ્ચે પણ ટીબી બીમારીને નાથવા તંત્રના અથાગ પ્રયાસ દેશમાં પ્રતિવર્ષ 4.5 લાખ મોત, 1 દર્દી 10 વ્યક્તિને કરી શકે છે સંક્રમિત મોરબી : પ્રતિ વર્ષ 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડેની ઉજવણી કરવામાં આવે છે. ટીબી એક સંક્રામક રોગ છે, જે ક્રોનિક બીમારી તરીકે પણ ઓળખાય છે. ટીબી વિશ્વમાં સૌથી મોટી જોખમી બીમારી પણ ગણાય છે. ભારતમાં ટીબીના કેસ 2.69 મિલિયનની નજીક છે ત્યારે સિરામીક ઈન્ડસ્ટ્રીઝક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબી જિલ્લામાં માઇગ્રેટરી શ્રમિકોની વણઝાર વચ્ચે પણ ક્ષય નિર્મૂલન ક્ષેત્રે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પડકારજનક સ્થિતિમાં ટીબીને નાથવા અસરકારક પગલાં ભારત હાલમાં જિલ્લા માત્ર 1069 દર્દીઓ પૂરતો જ આંકડો સીમિત રહ્યો છે. હેલ્થ સેક્ટરમાં આટલા વિકાસ છતાં પણ ભારતમાં પ્રતિ વર્ષ ટીબીની બીમારીના કારણે 4.5 લાખ લોકોના મોત થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, ભારતની 40 ટકા વસતી ટીબીના બેક્ટેરિયાથી સંક્રમિત છે. તબીબોના મતે ટીબી બે પ્રકારે થઇ શકે છે. પલ્મોનરી અને એક્સટ્રાપલ્મોનરી, પલ્મોનરી ટીબીના લક્ષણોમાં ખાંસી, તાવ, છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળફામાં લોહી પડવું, વજનમાં ઘટાડો અને ભૂખ સામેલ છે. તેની ઓળખ થૂંક દ્વારા કરવામાં આવે છે. ટીબીના લક્ષણો અન્ય બીમારીઓની માફક પણ જોવા મળે છે, જેના કારણે તેનું નિદાન કરવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે. મોરબી જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો.ધનસુખભાઇ અજાણાના મતે મોરબી જિલ્લામાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના કારણે મોટાપ્રમાણમાં પરપ્રાંતિય શ્રમિકો રોજગારી મેળવવા આવતા હોય શ્રમિકોમાં ટીબીની બીમારી નાથવા માટે એક-એક કારખાના સુધી આરોગ્ય કર્મચારીઓને મોકલી એક એક દર્દીને અલગ ઓળખી કાઢી છ મહિનાથી લઈને એક વર્ષ જેટલા સમય સુધી સતત ટીબીના દર્દીને ટ્રેસ કરી નિયમિત દવાનો કોર્ષ પૂર્ણ કરાવી ટીબી નિર્મૂલનક્ષેત્રે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં મોરબી જિલ્લામાં 1069 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત છે જે તમામ દર્દીઓને સમયસર દવા આપવાની સાથે સરકારી યોજનાની સહાય, ન્યૂટ્રિશિયન કીટ પહોંચતી કરવાની સાથે કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત ખાનગી દાતાઓના સહાકારથી ટીબીના દર્દીઓના સ્વાસ્થ્ય માટે અસરકારક કામગીરી કરવામાં આવતા આ વર્ષે ટીબીની બીમારીથી મૃત્યુનો આંકડો 67 દર્દીઓ પૂરતો સીમિત રહ્યો હોવાનું ડો.ધનસુખભાઇ અજાણાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ટીબીની બીમારી અત્યંત સંક્રામક બીમારી છે. એક્ટિવ પલ્મોનરી ટીબીવાળા લોકો કોઇના સંપર્કમાં આવે તો તેનાથી પ્રતિ વર્ષ અંદાજિત 5થી 15 વ્યક્તિઓ સંક્રમિત થઇ શકે છે. તેથી તેના ઉપચારથી જ આ ચેઇન તોડવાની એકમાત્ર રીત છે. ખાસ કરીને 'STOP' ટેક્નિક ટીબીને અટકાવવા માટે અસરકારક ઉપાય છે. 'STOP' ટેક્નિકનો ઉપયોગ કરી S એટલે કે, Stigmas - ભેદભાવ અથવા લાંછનથી બચો, T એટલે Treatment ટીબીનો ઉપચાર જરૂરી છે.O- Outreach મતલબ જાગૃતિ અને P- Prevention એટલે રોકથામ આ પદ્ધતિથી ટીબી ઉપર કાબુ મેળવી શકાતો હોવાનું તજજ્ઞ તબીબો જણાવી રહ્યા છે.