મોરબી : ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ (NMMS) પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને રૂપિયા 48,000 જેટલી માતબર શિષ્યવૃત્તિ સરકાર તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ લેવાયેલ આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાની વાઘપર પ્રાથમિક શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને આ તમામ 10 વિદ્યાર્થીઓ ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી ને પાસ થતા શાળાનું 100% રીઝલ્ટ આવેલ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષથી વાઘપર પ્રા. શાળામાં NMMS પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે અને આઠેય વર્ષ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. વાઘપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધાનજા મન દિલીપભાઈ, જાડેજા પ્રગતિબા ઉપેન્દ્રસિંહ, બાવરવા યુગ ચમનભાઈ, સંઘાણી પાર્થ ભરતભાઈ, ઝાલા સુર્યદીપ બળવંતસિંહ, પરમાર કિરણ મગનભાઈ, કાનાણી આયુષી અલ્પેશભાઈ , કડીવાર જાનવી રમેશભાઈ, પરમાર યશ અશ્વિનભાઈ અને પરમાર તુષાર પ્રવીણભાઈ એ આ પરીક્ષામાં પાસ થઈને વાઘપર પ્રાથમિક શાળા તેમજ વાઘપર ગામનું ગૌરવ વધાર્યુ છે. આ સિદ્ધિ બદલ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપનાર વર્ગશિક્ષક શિક્ષક અમિતભાઇ લોરીયા, આચાર્ય રમેશભાઈ વાઘેલા, શાળા પરિવાર તેમજ સૌ સગા-સબંધીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.