ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ટીબીના બે દર્દીઓઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કીટના દાતા કામરીયા નાનજીભાઈ મોહનભાઈ રહ્યા હતા. લજાઈ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા, ટીબીના સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી અને સુપરવાઈઝર MPHS મનસુખ ભાઇ મસોતની સુચના અનુસાર આ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે હડમતિયા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના કર્મચારીઓ MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, FHW જુવેરીયાબેન ખોરજીયા, CHO તઝમીનબેન ગઢવાળા તેમજ હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા. ચણા-૧, ખાંડ -૧, ચા-૨૫૦ગ્રામ, મરચું -૧, ભાત-૧, ચણાની દાળ-૧, તેલ-૧, મીઠુંથેલી -૧, ડુંગળી-૨ કિલોગ્રામ, બટેટા-૨ કિલોગ્રામ મળીને અંદાજે 2000 હજાર રૂપિયા જેવો ખર્ચ દાતા દ્વારા આપવામાં આવ્યા હતો.