લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રવાપર રોડ ખાતે આયોજન મોરબી : મોરબીમાં આગામી તારીખ 26 માર્ચના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવશે. 26 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક સુધી રવાપર રોડ પર બાપા સીતારામ ચોક ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મેગા ફ્રી વિતરણ કેમ્પમાં ચકલીના માળા, ચણ અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ સેવાકાર્ય માટે દાન પણ સ્વીકારવામાં આવશે.