મોરબી : ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગ ના પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ દ્વારા 26 માર્ચે રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિર યોજાશે. હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૨૬ માર્ચને રવિવારે સવારે ૬ થી ૮ કલાકે સરસ્વતી શીશુ મંદિર, શકિત શનાળા ખાતે નિ:શુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને જોડાવવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વાલજી પી. ડાભી 95862 82527 (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) અને હાર્દિકભાઈ ભાલોડીયા (મોરબી ડિસટ્રિક ટીચર કોર્ડીનેટર, આર્ટ ઓફ લિવિંગ) 9825215551 પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.