ટંકારા તાલુકાની RBSK ટીમ દ્વારા વિના મૂલ્યે ઓપરેશન કરાવાયુ ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં જન્મથી જ હૃદયમાં કાણું (congenital heart disease) ધરાવતા 10 માસના બાળક ધ્રુવ કાનજીભાઈ વાઘેલાનું ટંકારા તાલુકાની RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા જે. દવે અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી. બાવરવાનાં માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ અને RBSK ટીમનાં મેડિકલ ઓફિસર ડો. અમિતા સનારિયા તથા ડો. કેયૂર જાની દ્વારા બાળકનાં ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકને હૃદયરોગ હોવાની જાણ થતાં રીફર કાર્ડ ભરી તથા જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું અને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં બાળકનું RBSK કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં 3થી 4 લાખનો ખર્ચ આવે છે અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિના મૂલ્યે સારવાર, યોગ્ય સમયે માર્ગદર્શન તથા રેફરલ સર્વિસ આપવા માટે RBSK ડો. અમિતા સનારીયા તથા ડો. કેયૂર જાનીનો તથા સરકારની આ યોજનાનો પરિવારે આભાર માન્યો હતો.