એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત યોજાશે ભવ્ય કાર્યક્રમ : 100 જેટલા કલાકારો નાટક ભજવશે મોરબી : ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદમાં મોરબીમાં છેલ્લા 11 વર્ષથી દર 23 માર્ચે માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 23 માર્ચને ગુરૂવારના રોજ પણ એક શામ અમરજવાનોકે નામ અંતર્ગત વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. અંદાજે 10 હજારથી વધુ લોકો બેસીને આ નાટક જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના 70 વિદ્યાર્થીઓ અને અન્ય 30 લોકો મળી કુલ 100 જેટલા કલાકારો રજૂ કરવાના છે. નાટકમાં પધારવા સમગ્ર મોરબીવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.