વેપારીએ રાજસ્થાન મોકલાવેલ કપાસિયા ખોળની 730 ગુણી લઈ ટ્રક ચાલક અદ્રશ્ય ટંકારા : ટંકારા નજીક આવેલ ઓઇલ મિલમાંથી રાજસ્થાન મોકલવામાં આવેલ રૂ.10 લાખથી વધુનો કપાસિયા ખોળની 730 ગુણી જથ્થો ટ્રક ચાલક નિયત સ્થળે ન પહોંચાડી રફુચક્કર થઈ જતા વેપારી દ્વારા છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક આવેલ સેવક ઓઈલમિલમાંથી ગત તા.12ના રોજ ઓઇલ મિલના માલિક અતુલભાઈ બાબુભાઇ કોટડીયા રહે.રવાપર રોડ મોરબી વાળાએ ટ્રક નંબર RJ- 14- GG - 9090મા 730 ગુણી કપાસિયા ખોળ કિંમત રૂપિયા 10,52,567ની કિંમતનો ખોળ રાજસ્થાનના ભાદરા ખાતે મોકલાવ્યો હતો. પરંતુ ટ્રક ચાલક આરોપી એવા દિનેશ ગણેશારામ બાંગરા રહે.હીરાસણી, જી.નાગોર વાળાએ ચાર દિવસમાં ટ્રક નિયત સ્થળે પહોંચાડવાને બદલે રફુચક્કર થઈ જતા છેતરપિંડી મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ મામલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.