ટંકારા : સોશિયલ મીડિયાના અતિરેક વચ્ચે ટંકારા ગ્રામ્ય પંથકની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલો ફ્રેન્ડ લગ્નની લાલચે અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવી મિત્ર બનેલો સૂરજ ચૌધરી આઈડી ધરાવતો યુવાન લલચાવી ફોસલાવી લગ્ન કરવાને ઈરાદે અપહરણ કરી જતા આ મામલે સગીરાના માતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.