માળિયા : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન A થી માળિયા મિયાણા સ્ટેશન B વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે. ટૂંકા ગાળાની ટ્રેનો ● ટ્રેન નંબર 16336 નાગરકોઇલ - 21 માર્ચ 2023 ના રોજ નાગરકોઇલથી ઉપડતી ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ● ટ્રેન નંબર 12474 માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન 23 માર્ચ 2023 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડતી અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ● ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ - 24 માર્ચ 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ભુજ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટૂંકા ઓરિજનેટની ટ્રેનો ● 24 માર્ચ, 2023ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ●25 માર્ચ 2023ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ●25 માર્ચ 2023 ના રોજ ભુજથી ઉપડતી ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન ભુજને બદલે અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડાયવર્ટ કરાયેલી ટ્રેનો ● 23 માર્ચ 2023ની 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ● 24 માર્ચ 2023ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ સામખિયાળી-રાધનપુર-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે. ●25 માર્ચ 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ● 23 માર્ચ 2023ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ પાલનપુર-રાધનપુર-સામખ્યાલી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે. ● 22 માર્ચ 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ વિરમગામ-ધ્રાંગધ્રા-માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ●ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ - 24 માર્ચ 2023ની ગાંધીધામ એક્સપ્રેસ વિરમગામ - ધ્રાંગધ્રા - માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરેલ રૂટ પર દોડશે.