મોરબી : વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે મોરબીના પરશુરામ માર્ગ (નવલખી માર્ગ) ખાતે આવેલા કાદેરીયા હનુમાનજીના મંદિર તેમજ આસપાસના વાડી વિસ્તારમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીના માળા મૂકવામાં આવ્યા હતા. મોરબીના કાદેરીયા હનુમાનજીના મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણી બધી ચકલીઓ જોવા મળે છે. ત્યારે આ વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા વાડી વિસ્તારમાં આવેલા ઘરોમાં તેમજ કાદેરીયા હનુમાનજીના મંદિરે ચકલીના માળા બાંધવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠાબેન, કવિ જલરૂપ સાથે કરોતરા વ્રજભાઈ, પરમાર રસિકભાઈ, હડિયલ પ્રદીપભાઈ, પરમાર મનસુખભાઈ, પરમાર હિતેશભાઈ, પરમાર લાલજીભાઈ, હડિયલ દિવ્યેશભાઈ, પરમાર વસંતભાઈ, હડિયલ ધર્મેશભાઈ, પરમાર રાજભાઈ, પરમાર રુદ્રભાઈ, હડિયલ જયદેવભાઈ, પરમાર ધર્મેશભાઈ, પરમાર હરજીવનભાઈ, પરમાર અમિતભાઈ, પરમાર દેવલભાઈ, પરમાર લક્ષ્મીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.