મોરબી : આવતીકાલે તારીખ 22 માર્ચ થી 24 માર્ચ સુધી ત્રણ દિવસ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કોઈ પણ ટોકન લીધાં વિના તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરી આપવામાં આવશે. મોબાઈલ નંબર લિંક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ અને રૂપિયા 50 ફી સાથે રાખવા જણાવાયું છે. આથી મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. મોરબીની જનતાને આધાર કાર્ડ લિંક કરવા માટે કોઈ તકલીફ ના પડે એ હેતુથી આ કેમ્પનું પોસ્ટ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.