મોરબી : મોરબી એસ.ઓ.જી.ટીમેં આજે બાતમીના આધારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમાં તથા સામંતભાઇ છુછીયાને હકીકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ના ચોરીના ગુનામાં આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ વાળી હાલે શનાળા બાયપાસ ચોકડી પાસે ઉભેલ છે. આ હકીકત મળતા મહિલા પોલીસ કોન્સ.ને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મહિલા આરોપી મળી આવતા આજે આ મહિલા આરોપીને હસ્તગત કરી મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.