એસઓજી ટીમે 7 કિલો 660 ગ્રામ ડોડા કબ્જે કરી અન્ય આરોપીનું નામ પણ ખોલાવ્યું હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડો પાડી એક આધેડને 7 કિલો 660 ગ્રામ અફીણના ડોડવા સાથે ઝડપી લઈ અન્ય એક આરોપીનું નામ પણ ખોલાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે મેરૂપર ગામની સીમમાં આવેલ છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાંથી આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમાર ઉ.54 રહે.મેરૂપર વાળાને 7 કિલો 660 ગ્રામ પોશ ડોડા એટલે કે અફીણના ડોડવા કિંમત રૂપિયા 22,980 તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5000 મળી 27,980ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ નશાના કારોબારમાં ખુમાનભાઈ રજપૂત રહે.પાંડાતિરથ વાળાનું નામ પણ ખોલાવી બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાર્યવાહી કરી હતી.