માળીયા : માળીયા પોલીસે શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલ વાડા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમ જુગાર રમી રહેલા ઇકબાલભાઇ હુશેનભાઇ જેડા, રહે.માળીયા, ઇકબાલભાઇ ઇશાકભાઇ મોવર, રહે. માળીયા, સિકંદરભાઇ હનીફભાઇ ભટી, માળીયા, અજયભાઇ નરભેશંકરભાઇ જોષી, રવાપર રોડ,મોરબી, રસીકભાઇ શિવજીભાઇ ઠકકર, રહે,લગધીરવાસ, મોરબી, અને ગુલામભાઇ ઇસાભાઇ માણેક, રહે. માળીયા વાળાઓને રોકડા રૂપિયા 25,600 તેમજ પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 24,600 મળી કુલ રૂપિયા 50,200ના મૂદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.