હળવદ : તાલુકાના સમલી ગામે સ્વ. રાઘવજીભાઈ વાલજીભાઈ કેરાળિયાના અવસાન બાદ તેમના પરિવાર દ્વારા સમલી પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. કેરાળિયા પરિવાર દ્વારા સમલી શાળામાં અંદાજે 50 હજાર જેટલી રકમની શૈક્ષણિક કીટ અને તિથિ ભોજન કરાવીને સ્વર્ગસ્થના આત્માને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.