મોરબી : મોરબી તાલુકાની હજનાળી પ્રા. શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી હોય બાળકો દ્વારા ચકલીના માળા બનાવી ચકલી બચાવવા માટે ચકલી ઘર બનાવી ઉજવણી કરવામાં આવી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ તેમાં હોંશભેર ભાગ લીધો. બાળકો દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત નકામા ખોખામાંથી (વેસ્ટ માંથી બેસ્ટ) ચકલી ઘર બનાવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં હોંશભેર ભાગ લીધો અને આ તકે શાળા પરિવારે તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.