મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી રીલીફ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબીની રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓ માટે દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના 108 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તાજેતરમાં મોરબીની રાષ્ટ્રીય શાળામાં દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબીના ડો. ભોરણીયા, ડો. ધારાબેન કાસુન્દ્રા તથા ડો. માધવીબેને સેવા આપી હતી અને બાળકોને દાંતની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. રોટરી ક્લબ મોરબી તરફથી તથા રોટલી ક્લબ ઓફ મોરબી રીલીફ ટ્રસ્ટ તરફથી બાળકોને ટૂથપેસ્ટ તથા ટુથ બ્રશ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં રોટરી પ્રમુખ રોટે. અશોકભાઈ મહેતા, સેક્રેટરી રોટે. રસેશભાઈ મહેતા તથા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટે. પ્રકાશભાઈ દોશી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ હરીશભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શાળા તરફથી ચંદ્રલેખા બહેનનો આ પ્રોજેક્ટમાં સહકાર મળ્યો તે બદલ રોટરી ક્લબએ આભાર વ્યક્ત કર્યો હતો.