મોરબી : મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક શુક્રવારે મોડી રાત્રીના અજાણ્યો યુવાનનું ટ્રેન હડફેટે ચડી જતા મૃત્યુ નિપજયુ હતું . આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલીવારસની તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ગતરાત્રીના અંદાજે 45 વર્ષની ઉંમરના અજાણ્યો યુવાનનું ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.