મોરબીઃ મોરબી તાલુકાની કેરાળા(હ.) પ્રાથમિક શાળા દર વર્ષે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષા, NMMS, PSE જેવી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપવામાં અગ્રેસર હોય છે. ત્યારે આ વર્ષ ૨૦૨૨/૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ થતા કેરાળા(હ.) પ્રાથમિક શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. સ્કોલરશીપ પરીક્ષામાં કેરાળા પ્રાથમિક શાળાના ધોરણ 6ના વર્ગ શિક્ષક અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભરતભાઈ બોપલીયા, ગણિત-વિજ્ઞાનના શિક્ષક અંકિતભાઈ જોષી, ભાષા શિક્ષક વિષ્ણુભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે પાસ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ ફેફર તેમજ સિનિયર શિક્ષક મધુબેન સરડવાએ પણ વિદ્યાર્થીઓને ગુલાબ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ જીવનમાં ખુબ આગળ વધે તેમજ સફળતાના શિખરો સર કરે તેવી શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. નોંધનીય છે કે, સ્કોલરશીપ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ ઝાલા પુષ્પરાજસિંહ ઇન્દ્રજીતસિંહ, ઝાલા કિર્તીરાજસિંહ નરેન્દ્રસિંહ, ઝાલા ધર્મરાજસિંહ જીતેન્દ્રસિંહ, ઝાલા ધર્મિષ્ઠાબા જીતેન્દ્રસિંહ, ગોસ્વામી અક્ષી શિતલગીરી ઉત્તમ ગુણ સાથે પાસ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે.