જનપ્રતિનિધિઓનું સન્માન, ગૌ દર્શન-વન દર્શન તેમજ ધૂન ભજનનો ત્રિવિધ કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીના પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા તા.19માર્ચને રવિવારે સાંજે 4 કલાકે સરતાનપર રોડ ખાતે આવેલી પાંજરાપોળમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા એટલે કે વેલજીભાઈ બોસ દ્વારા મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવશે. મોરબીના પાંજરાપોળના અગ્રણી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા એટલે કે વેલજીભાઈ બોસ દ્વારા જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી સહિતના આગેવાનોના સન્માન કરવામાં આવશે. તેમજ ગૌવંશ દર્શન-વન દર્શન તથા બજરંગ ધૂન મંડળની ધૂન ભજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સૌ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ આયોજક વેલજીભાઈ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યું છે.