મોરબીનું લકી ગૃપ તેમજ મોહિતભાઈ ઘોડાસરા બારેય મહિના વિનામુલ્યે ચકલીના માળાનું તથા પાણીના કુંડાનું વિતરણ કરશે મોરબી : લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા માટે મોરબીના લક્કી ગ્રુપ તેમજ મોહિતભાઈ ઘોડાસરા દ્વારા ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે ચકલીના માળા અને પાણીના માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી તા. 20 માર્ચના વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે મોરબીના લક્કી ગૃપ દ્રારા તા. 20 માર્ચના સવારે 9થી 12 કલાકે સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે વિનામુલ્યે ચકલીના માળાનું તથા પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બારેય મહિના ગોપાલ સોસાયટી, શાંતિ કોમ્પલેક્ષ, મહેન્દ્ર રોડ ખાતે આવેલા દ્રષ્ટિ ચશ્માં ખાતે વિનામુલ્યે ચકલી ઘર મળશે. વિનામુલ્યે ચકલી ઘર મેળવવા મોહિતભાઈ ઘોડાસરા- મોબાઈલ નંબર 9712903202 નો સંપર્ક કરવા મોરબીની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.