ટંકારા - લતીપર રોડ ઉપર સરાયા ગામ નજીક બનેલ બનાવ ટંકારા : ટંકારા - લતીપર રોડ ઉપર સરાયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતા બાઈક બસ સાથે અથડાતા બાઈક સવાર દંપતિ ઇજાગ્રસ્ત બન્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા - લતીપર રોડ ઉપર સરાયા નજીક જીજે - 3 - BQ - 4047 નંબરનું બાઈક લઈને જઈ રહેલા બાબુભાઇ રાજાભાઈ ચાવડા ડમ્પરની સાઈડ કાપવા જતા બાઈક સામેથી આવતી બસ સાથે અથડાતા રાજાભાઈ અને તેમના પત્નીને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે એસટી બસના ચાલક મયુરભાઈ લક્ષમણભાઈ મરંડ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.