મોરબી : મોરબી તાલુકાની કન્યા શાળા અનેકવિધ સહ અભ્યાસિક પ્રવુતિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે કાર્ય કરે છે. તેમજ સાથે સાથે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષા, NMMS, PSE જેવી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપવામાં અગ્રેસર હોય છે. ત્યારે આ વર્ષ ૨૦૨૨/૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં માધાપરવાડી શાળાના તમામ વિદ્યાર્થીનીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ થતા માધાપરવાડી કન્યા શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં માધાપરવાડી શાળાની તમામ છાત્રાઓને ધોરણ 6 ના વર્ગશિક્ષક અને ભાષાના શિક્ષક દયાળજીભાઈ બાવરવા ગણિત-વિજ્ઞાનના શિક્ષક ચાંદનીબેન સાંણજા અને નિલમબેન ચૌહાણ, ભાષાના શિક્ષક જયેશભાઈ અગ્રાવતે વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે પાસ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ જીવનમાં ખુબ આગળ વધે તેમજ સફળતાના શિખરો સર કરે તેવી શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. કુલ 200 ગુણમાંથી માધાપરવાડી શાળાના વિદ્યાર્થીની પરમાર વંદના હંસરાજભાઈએ 173 ગુણ, પરમાર હેન્સી દિલીપભાઈએ 165 ગુણ, ડાભી પ્રવીણા નરભેરમભાઈએ 147 ગુણ, ચાવડા સંજના કમલેશભાઈએ 138 ગુણ, ચાવડા નિશા રમેશભાઈએ 135 ગુણ, પરમાર અંજના મનહરભાઈએ 131 ગુણ, પરમાર નિધિ કિશોરભાઈએ 121 ગુણ, પરમાર ધર્મિષ્ઠા ગોવિંદભાઈએ 111 ગુણ અને પરમાર અર્પિતા ચીમનભાઈએ 102 ગુણ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.