મોરબી : મોરબીના ઈસ્કોનના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આગામી તારીખ 20 એપ્રિલ થી 26 એપ્રિલ સુધી શ્રી ધામ વૃંદાવન રાજસ્થાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 એપ્રિલ થી 26 એપ્રિલ દરમિયાન આ યાત્રામાં અમદાવાદ ઈસ્કોન મંદિર, શામળાજી, કેસરિયાજી, મંડફિયા સાવલીયાજી, નાથદ્વારા, જયપુર, કરોલી, પુષ્કર, વૃંદાવન, બરસાના, ગોવર્ધન, મથુરા સહિતના સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. યાત્રામાં જોડાવા માટે હરેન્દ્ર મુરારી દાસ (મો.નં.9510586016/7016707756)નો સંપર્ક કરવા જણાવાયું છે.