આમરણ નજીક બનેલ બનાવમાં પુલ ઉપરથી બોલેરો નીચે ખાબકતા કાદવ કીચડમાં ફસાઈ જતા ચાલકનું મૃત્યુ મોરબી : જામનગર - કચ્છ હાઇવે ઉપર આમરણ નજીક મનોજ પનારાની સુરભિ ગૌશાળાની બોલેરો કાર પલ્ટી મારી જતા બોલેરો ચાલક કાદવ કીચડમાં ગૂંગળાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાની સુરભિ ગૌશાળામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના બદનસિંગ કડિયાભાઈ ભુરિયા નામનો યુવાન બોલેરો કાર લઈને જતો હતો ત્યારે આમરણ નજીક પુલ ઉપરથી બોલેરો ગાડીએ પલ્ટી મારતા નાલા નીચે કાદવ અને ઘાસ હોય જેમાં મોઢું આવી જતા બોલેરો ચાલક બદનસિંગનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ જગનસિંગ ભુરિયાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.