ધો.12 અર્થશાસ્ત્રમાં 61 અને ધો.10 બેઝિક ગણિતમાં 253 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલ ચાલી રહેલી ધો.10, 12 બોર્ડની પરીક્ષા દરમિયાન આજે ધો.12 ની પરીક્ષાના અર્થશાસ્ત્રમાં 61 અને ધો.10 બેઝિક ગણિતમાં 253 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે ધો.12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર અને ધો.10 બેઝિક ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.12ના અર્થશાસ્ત્રના પેપરમાં કુલ 7076 વિદ્યાર્થીઓમાથી 62 ગેરહાજર અને 7015 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ધો.10 બેઝિક ગણિત વિષયના પેપરની પરીક્ષામાં કુલ 11865 વિધાર્થીઓમાંથી 253 ગેરહાજર અને 11612 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text