મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામના પેટ્રોલપંપ નજીકથી તાલુકા પોલીસે બાઈક લઈને નીકળેલા જેપુર ગામના યોગેશ હરજીવનભાઈ સોલંકી અને પાલી રાજસ્થાનના શેરસિંહ ચુનસિંહ રાવતને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ રૂ.10 હજારના બાઈક સહિત 10,375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.