વર્ષ ૨૦૧૯ના ચકચારી બનાવના નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ દબોચી લીધો મોરબી : મોરબી એલસીબીની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લૂંટ-ધાડ પાડવા માટે ગુન્નહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. ગત તા.૧૮/૦૯/૨૦૧૯ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા ત્યારે મોડી રાત્રીના સમયે આશરે ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવી પોતાના મોઢા કપડાથી ઢાકેલ હાલતમાં ધાડ પાડવા માટે કંપનીમાં અપપ્રવેશ કરી ધાડ પાડી કંપનીની માલ મિલ્કત લઇ જવાનો પ્રયત્ન કરતા ફરીયાદી તથા ત્રણ સિક્યુરિટી ગાર્ડ આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજાઓ કરી મોબાઇલ ફોનની લુટ કરી સીકયુરીટીને કંપનીની રૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સિક્યુરિટી ગાર્ડના મોત નિપજાવી બે સાહેદોને ગંભીર પ્રકારની ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોય જે ગુન્હામાં કુલ-૦૬ આરોપીઓને નાસતા ફરતા દર્શાવેલ છે. દરમિયાન આ ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે મોરબી એલ.સી.બી. તથા ટેકીનકલ સેલ.તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ.રામભાઇ નારણભાઇ મંઢ, પો.હેડ.કોન્સ, નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ સિક્યુરિટી ગાર્ડની હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા રહે.રોજીત તા.બરવાળા જી.બોટાદ વાળો મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. તેવી હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા ઉવ.૨૨ રહે.રોજીત કોળીવાસની બાજુમાં તા.બરવાળા જી.બોટાદ વાળો મળી આવતા મજકુર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોપેલ છે. અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે,