મોરબીઃ મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 21 માર્ચના રોજ મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. વિજેન્દ્રભાઈ વ્રજલાલ પંડ્યા, દિપભાઈ અંબિકાપ્રસાદ પંડ્યા અને આકાશભાઈ અંબિકાપ્રસાદ પંડ્યા દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 21 માર્ચ ને બુધવારના રોજ યોજાનાર નવરંગા માંડવામાં સવારે થાંભલી રોપણ થશે.અને રાત્રે 10 કલાકે ડાકની રમઝટનું આયોજન કરાયું છે. જ્યારે 22 માર્ચના રોજ સવારે થાંભલી વધામણા થશે.