રહેણાંક મકાનમાં દારૂ છુપાવી વેચાણ મામલે અન્ય એકનું નામ ખુલ્યું મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે એલસીબી ટીમે બાતમીને આધારે ભૂરા નામના શખ્સના રહેણાંકમા દરોડો પાડી વિદેશી દારૂની 27 બોટલ ઝડપી લઈ દારૂના આ ગોરખધંધામા વાવડીના અન્ય શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શનાળા ગામે સાંઈબાબા ચોકમાં રહેતા મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડી રૂપિયા 12,300ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 27 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી ભૂરાને અટકાયતમાં લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમા આરોપી ભૂરાએ દારૂના ગોરખધંધામા વાવડી રોડ ઉપર રહેતા ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની સંડોવણીની કબૂલાત આપતા એલસીબી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.