સીટી એ ડિવિઝન પોલીસે પાડેલા દરોડામાં અલગ અલગ પાંચ પ્રકારની દારૂની વેરાયટી મળી આવી, આરોપી ફરાર મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે શક્ત શનાળા ગામે ઢોર બાંધવાના વાળામાં દરોડો પાડી મગફળીના પાલામા છુપાવેલ 1.38 લાખના મોંઘોદાટ શરાબની 101 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સચોટ બાતમી મળી હતી કે શક્ત શનાળા ગામે રહેતા હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલાએ પોતાના કબજા ભોગવટા વાળા ઢોર બાંધવાના વાડામાં પશુને ખવડાવવાના મગફળીના પાલામા વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મગફળીના પાલાના ઢગલામાથી રેડ લેબલ દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 10 હજાર, સ્મિરન ઓફ વોડકાની 36 બોટલ કિંમત રૂપિયા 34920, એબસોલ્યુટ વોડકાની બોટલ નંગ 24 કિંમત રૂપિયા 44,400, સિગ્નેચર બ્રાન્ડની 12 બોટલ કિંમત રૂપિયા 9840 અને બેલેન્ટાઇન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચની 24 બોટલ કિંમત રૂપિયા 39, 480 સહિત કુલ 101 બોટલ કિંમત રૂપિયા 1,38,640નો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી દરોડા દરમિયાના હાજર નહિ મળી આવેલા હર્ષદ ઉર્ફે શૈલેષ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.