બેઠા પુલ ઉપર સ્વીફ્ટ કાર પાછળ એક્ટિવા ભટકાડી ચિરાગ અને અમિતે સીન સપાટા કર્યા મોરબી : મોરબીની મચ્છુ નદીના બેઠા પુલ ઉપર સ્વીફ્ટ કાર બંધ પડી જતા ગાડી ચાલુ કરી રહેલા રોનકભાઈની કાર પાછળ એક્ટિવા અથડાવી ચોરી ઉપર સે સીના જોરી જેવા ઘાટ વચ્ચે ચિરાગ અને અમિત નામના શખ્સોએ સીન સપાટા કરી રોનકભાઈને ઢીકા પાટુનો માર મારી ચિરાગે ખંભા ઉપર બટકું ભરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની મચ્છુ નદીના બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહેલા મૂળ હરિપર કેરાળા ગામના અને હાલમાં ઉમા ટાઉનશીપમા રહેતા રોનકભાઈ રજનીભાઇ અગોલાની સ્વીફ્ટ ડિઝાયર કાર બંધ પડી જતા રોડની સાઈડમાં કાર ઉભી રાખી ચાલુ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે એક્ટિવા લઈને આવેલા ચિરાગ અને અમિત નામના શખ્સોએ પાછળથી એક્ટિવા કાર સાથે અથડાવ્યું હતું. વધુમાં બન્ને શખ્સોએ ચોરી ઉપર સે સીનજોરી ઉક્તિ મુજબ પોતાનો વાંક હોવા છતાં રોનકભાઈ સાથે ઝઘડો કરી રોનકભાઈ તેમજ અન્ય એક વ્યક્તિને ગાળો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો અને ચિરાગ નામના શખ્સે રોનકભાઈના ખંભા ઉપર બટકું ભરી લેતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચિરાગ અને અમિત નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.