મોરબી : આજે વરસાદી વાતાવરણને પગલે મોરબી યાર્ડમાં જીરું, ચણા, એરંડા સિવાયની જણસીઓની આવક બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને યાર્ડમાં જીરું, ચણા, એરંડા સિવાયની જણસીઓ ન લાવવાની તાકીદ કરવામાં આવી છે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં અગાઉ કમોસમી વરસાદની આગાહીની વચ્ચે પણ તમામ જણસીઓની આવક ચાલુ રખાય હતી અને માલ પલળે નહિ તે માટે ખેડૂતોને જણસીઓ ઢાંકીને લઈ આવવાની જાણ કરવામાં આવી હતી. દરમિયાન આજે મૌસમનો મિજાજ બદલતા વરસાદી વાતાવરણ થવાથી સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં જીરું, ચણા, એરંડાની આવક ચાલુ રાખી એ સિવાયની તમામ જણસીઓ આવક બંધ કરવામાં આવી છે અને ખેડૂતોને યાર્ડમાં જીરું, ચણા, એરંડા સિવાયની જણસીઓ ન લાવવાની તાકીદ કરવામાં આવી છે.