ચોમાસા બાદ હવે ગટરના પાણી ભરાતા ગંદકીને કારણે ભયંકર મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાની દહેશત, તંત્રને અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર રણછોડનગર પાસે ગટરના પાણી ભરાવવાની સમસ્યાથી ગંદા પાણીના ટાપુ જેવી સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. જેમાં ચોમાસા બાદ હવે ગટરના પાણી ભરાતા ગંદકીને કારણે ભયંકર મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાની દહેશત ઉભી થઇ છે. આ સમસ્યા ઉકેલવા તંત્રને અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય રહેતા સ્થનિકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા હેમલતાબેન પરમારે જણાવ્યું હતું કે, રણછોડનગરમાં આવેલ પાણીના ટાંકાની પાછળના ભાગે સરકારી જમીનમાં અગાઉ ચોમાસાનું પાણી ભરાય રહેતું હતું.હવે તેમાં ગટરનું પાણી ભરાય છે.મેઈન રોડ ઉપર ગટરનું ઢાંકનું ખુલ્લું હોય અને સફાઈના અભાવે ગટર સતત ઉભરાયા કરે છે.આ ગટરનું પાણી લાયન્સનગરમાંથી ભરાયને અહીં રણછોડનગરમાં આવેલ પાણીના ટાંકાની પાછળના ભાગે સરકારી જમીનમાં જમા થાય છે અને ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા છે. જેને કારણે મચ્છરોનો ભયંકર ત્રાસ કરે છે. આથી નાના બાળકોમાં મચ્છરજન્ય બીમારીઓ ફેલાય રહી છે. લોકોના આરોગ્ય ઉપર ભારે જોખમ રહે છે. તંત્રને આ બાબતે અનેક રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે અને તંત્ર વહેલીતકે આ સમસ્યા ઉકેલે તેવી માંગ ઉઠી છે. https://youtu.be/80Cu1Mkr74Y