છ દિવસ પૂર્વેની ઘટનામાં વળતી ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના રવાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર યુવાન તથા તેના પત્નીને માતા પુત્રો સહિતના ચાર ઈસમોએ ગાળો આપી માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે ગત તા.8ના રોજ દિનેશભાઇ ગોવિંદભાઇ સાગઠિયાના ઘર પાસે આરોપી રાહુલ મેઘજી ચાવડા, અનિલ મેઘજી ચાવડા, નાઝાભાઈ જીવાભાઈ ચાવડા અને હંસાબેન મેઘજીભાઈ ચાવડા નામના વ્યક્તિઓ ગાળો બોલતા હોય દીનેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા તમામ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઇ તેમજ તેમના પત્નીને ગાળો આપી, માર મારી કુહાડીનો ઊંધો ઘા મારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.