મોરબી : મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરુણોદય ચોકમાં ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 135 સનાતની હિંદુ ભાઈઓએ ત્રિશુલ દીક્ષા ધારણ કરી હિંદુત્વના રક્ષણના શપથ લીધા હતા. ગઈકાલે તારીખ 12 માર્ચ ને રવિવારના રોજ યોજાયેલા ત્રિશુલ દિક્ષાના કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડીયા (મોરબી જિલ્લા સંઘ ચાલક), વિપુલભાઈ અગ્રાવત (બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક), કમલભાઈ દવે (બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સંયોજક), રમેશભાઈ પંડ્યા (સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ), હસુભાઈ ગઢવી (ધર્માચાર્ય પ્રમુખ સુરેન્દ્રનગર વિભાગ), ભાવિકભાઈ ભટ્ટ (વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા મંત્રી), પુષ્પરાજસિંહ જાડેજા (વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી માળીયા ગ્રામ્ય અઘ્યક્ષ), રણછોડજી ભગત (ધર્મ જાગરણ વિભાગ), સીતારામ બાપુ (રોકડિયા હનુમાનજી મંદિર વિશિપરા) હાજર રહ્યા હતા.