વાંકાનેર શહેરમાં જિનપરાના રસિકપરા વિસ્તારમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરાના રસિકપરા વિસ્તારમાં ઘર પાસે સ્કૂટી લઈને ઉભેલા યુવાનને તને કોની હવા છે કહી કોઈ કારણ વગર પિતા પુત્રએ બેફામ માર માર્યા બાદ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા માતા, પિતા અને પત્નીને પણ લમધારી નાખતા પિતા પુત્ર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જિનપરાના રસિકપરા વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ રમેશભાઈ હેરમાં ઉ.39 પોતાના ઘર પાસે સ્કૂટી મોટર સાયકલ લઈને ઉભા હતા ત્યારે તેમના પાડોશી ભરતસિંહ બાબુભા ઝાલા બુલેટ લઈને આવ્યા હતા અને ચિરાગભાઈને કહેલ કે તને કોની હવા છે ? જો કે ચિરાગભાઈ કઈ બોલે તે પહેલા જ આરોપી આરોપી ભરતસિંહે ગાળો બોલી મારવા લાગ્યા હતા અને બાદમાં તેનો પુત્ર અજયરાજ પણ લોખંડનો પાઇપ લઈને ધસી આવ્યો હતો. વધુમાં બન્ને પિતા પુત્રોએ ચિરાગભાઈને માર મારવાનું શરૂ કરતા ચિરાગભાઈને બચાવવા માટે તેમના પિતા રમેશભાઈ, માતા માલતીબેન અને પત્ની રાધિકાબેન વચ્ચે પડતા આરોપી પિતા પુત્રએ ચિરાગભાઈના પરિવારને પણ માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.