કોયબા નજીક ટ્રકમાંથી સસ્તા ભાવે બારોબાર ઉતારી લેવાયેલ 77 હજારની ચોરાઉ ખીલાસરી કબ્જે કરી છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હળવદ : કચ્છમાં આવેલી લોખંડની ફેક્ટરીમાંથી ખિલાસરી એટલે કે લોખંડના સળિયા ભરીને પસાર થતી ટ્રકના ડ્રાઇવરને ફોડી લઈ હળવદ પંથકમાં સસ્તાભાવે લોખંડના સરિયા ઉતારી લેવાના વધુ એક કૌભાંડનો મોરબી એસઓજી પોલીસ ટીમે પર્દાફાશ કરી છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા લાંબા સમયથી માળીયા - હળવદ - અમદાવાદ હાઇવે ઉપર આવેલી હોટલ તેમજ અલગ અલગ જગ્યાએ કચ્છમા આવેલ લોખંડની ફેક્ટરીમાંથી ખીલાસરી એટલે કે લોખંડના સળિયા ભરીને નીકળતા ટ્રકમાંથી બારોબાર સસ્તાભાવે સળિયા ઉતારી ખુલ્લા બજારમાં વેચવાનું જબરું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં અગાઉ મોરબી એસઓજી પોલીસે એક ટ્રેકટર ચાલકને આવા ચોરાઉ લોખંડ સાથે ઝડપી લીધો હતો. દરમિયાન ગઈકાલે મોરબી એસઓજી ટીમે વધુ એક આવું સળિયા ચોરવાનું કૌભાંડ હળવદના કોઈબાથી ઢવાણા ગામ જવાના રસ્તે આવેલ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાંથી ઝડપી લઈ કચ્છના મેઘપર ગામના ટ્રાન્સપોર્ટર કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાની ફરિયાદને આધારે આરોપી મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા, રહે.ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી, ટ્રક ચાલક દિલીપસીંઘ અમરસીંઘ પવાર, રહે.રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાન, નરેન્દ્રસીંગ પુરનસીંગ નામનો ડ્રાયવર, મહાવિરસિંઘ શંકરસિંઘ નામનો ડ્રાઇવર, સુરેન્દ્રસીંગ અશોકસીંગ નામનો ડ્રાઇવર તેમજ કરણભાઇ ઉર્ફ કાળુભાઇ ધીરૂભાઇ ચૌહણ, રહે. હાલ રઘુનંદન સોસાયટી સરારોડ મુળગામ કોયબા તા.હળવદ વાળા વિરુદ્ધ ટ્રકમાં ભરેલા લોખંડના સળીયાના મોટા જથ્થા માંથી થોડી થોડી માત્રા લોખંડના સળીયા 10 MMના 140 કિલોગ્રામ તથા 16 MMના 1260 કિંલોગ્રામ મળી 77 હજારના લોખંડના સળિયા આર્થીક અંગત ફાયદા સારૂ કાઢી લેવા મામલે ગુન્હો નોંધાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે મોરબી એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.