ટંકારા : ટંકારા તાલુકા વાલ્મિકી સમાજ દ્વારા આગામી તારીખ 23 માર્ચના રોજ ટંકારાના આંગણે રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ટંકારા તાલુકા બેતાલીસ ગામ વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત જતી સતીના બેસણા એવા ખીમડીયો કોટવાળ ડાલરદે અને રાવત રણશીના સાનિધ્યમાં 23 માર્ચને ચૈત્ર સુદ બીજના પાવન દિવસે રાવદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવ ઉજવાશે. ટંકારાના કલ્યાણપર રોડ પર પોલીસ સ્ટેશનની સામે રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવ ઉજવાશે. આ ધાર્મિક પર્વમાં સૌને હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.